Friday, 10 May 2019

Low Literacy Girls' Residential School Scheme


અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના
યોજનાનો ઉદ્દેશ
·         આદિજાતિની બાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી આદિજાતિ વિસ્તારમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં આદિજાતિની કન્યાઓનું શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે હેતુસર કન્યા નિવાસી શાળા’’ યોજના જાહેર કરેલ છે.
પાત્રતાના ધોરણો
આ યોજના દ્વારા નક્કી કરેલ જીલ્લાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં વસવાટ કરતી આદિજાતિ કન્યાઓનું શાળામાં ૧૦૦% પ્રવેશ  આપી  સાક્ષરતા દર ઉંચો લાવવાનો તથા ડ્રોપ આઉટ અટકાવી કન્યાઓનો આ સિપ્રણ કરાવવાનો પ્રયાસ છે. અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના ૨૫% થી વધુ આદિજાતિ વસતી ધરાવતા જીલ્લાઓ જેમાં સ્ત્રી સાક્ષરતા પ્રમાણ ૩૫% કે તેથી ઓછું હોય તેવા જીલ્લામાં કરવામાં આવે છે.
આવકનું ધોરણ:
કોઇ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
યોજનાના ફાયદા/સહાય
·         ૬ થી ધોરણ ૧૦ સુધીનું  વિના મુલ્ય રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્ય સગવડ પુરી પાડી અલપ સાક્ષરતા કન્યા નિવાસી શાળા ચલાવવામાં આવે છે. સા ઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એકસપોઝર મુલાકાત, યુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧૦૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
પ્રક્રિયા:
ધો ૫ પાસ કરેલ વિદ્યાથીંનીઓને શાળાની બેઠક પ્રમાણે વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ  મેળવી શકે છે
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા:
·         ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી.

No comments:

Post a Comment