Monday 19 December 2022

Gujarat New Minister List (New)

 







Monday 28 November 2022

Gujarati Books

 નીચે બુકો આપેલી છે. બુકની બાજુ માં View અને Download જેવા બે વિકલ્પો છે. જેમાં View પર ક્લિક કરશો એટલે બુકને ઓનલાઈન વાંચી શકશો. અને Download પર ક્લિક કરતા બુક Download થઈ જાશે

Gujarati Books

Gujarati Books And PDF Library

Gujarati Pdf Books


Thursday 13 October 2022

Government All Scheme New

 

વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ


Ø    અનુસૂચિત જાતિ કલ્યાણ માટે વર્ષ ર૦૦રમાં રૂા.૧૦૧.૭૦ કરોડનું બજેટ હતું. જે વર્ષ ર૦રર માં રૂા.૧૦૯૪.૩૩ કરોડ કરવામાં આવ્યું છે.

Ø    સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ ૨૦૦૨-૦૩માં રૂા.૧૮૧.૬૭ કરોડ અને ર૦૦પ-૦૬માં રૂા.ર૬૬.૦૮ કરોડની બજેટ જોગવાઈ હતી, તે સામે વર્ષ ર૦રર-ર૩ના બજેટમાં રૂા.૪૭૮ર કરોડની માતબર રકમની જોગવાઈ કરાઈ છે.

Ø    વિકસતી જાતી કલ્યાણ માટે વર્ષ ર૦૦રમાં રૂા.૧૩૧.૬૧ કરોડનું બજેટ હતું જે વર્ષ ર૦રરમાં રૂા.ર૧૭પ.રપ કરોડ કરવામાં આવ્યું છે.

Ø    સમાજ સુરક્ષા માટે વર્ષ ર૦૦રમાં રૂા.૬પ.૩૬ કરોડનું બજેટ હતું જે વર્ષ ર૦રર માં રૂા.૧૪૯૭.૭૯ કરોડ કરવામાં આવ્યું છે.

Ø    રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત વર્ષ ર૦૦ર-૦૩માં ૪ર૦૪  લાભાર્થીઓને રૂા.૪ર૦.૪ર લાખની સહાય મળતી હતી જે આજે ૮૯ર૭ લાભાર્થીઓને રૂા.૧૭૮પ.૩૭ લાખની સહાય મળે છે.

Ø    છેલ્લા ર૦ વર્ષમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ અને વિચરતી-વિમુકત જાતિના પ્રિ-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રિકના ૯ કરોડ ૦૯ લાખ ૮૮ હજાર રર૮ વિદ્યાર્થીઓને ૩૮૩ર.૪૪ કરોડની શિષ્યવૃત્તિ સહાય અપાઈ છે.

Ø    કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા છેલ્લા ર૦ વર્ષમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિકસતી જાતિની ૧ર લાખ રપ હજાર ૮૧૩ કન્યાઓને રૂા.૩૭૪ કરોડની સાયકલ સહાય આપવામાં આવી છે. પરિણામ સ્વરૂપ કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે.

Ø    છેલ્લા બે દાયકામાં કુંવરભાઈનું મામેરૂ યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ર૦,૪૬૭ કન્યાઓને રૂા.ર,૦૪૬.૭પ લાખની અને આર્થિક રીતે પછાત વર્ગની ૬,૧૩૭ કન્યાઓને રૂા.૬૧૩.૭૦ લાખની સહાય અપાઈ છે.

Ø    સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ નવયુગલને રૂા.૧ર,૦૦૦ તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂા.૩૦૦૦ લેખે વધુમાં વધુ રૂા.૭પ૦૦૦ સુધી પ્રોત્સાહક સહાય આપવાની યોજના છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ર,૭૩૩ લાભાર્થીઓને રૂા.૩૦૯.પ૬ લાખની અને આર્થિક રીતે પછાત વર્ગના ૮૭૩ લાભાર્થીઓને રૂા.૯૮.ર૮ લાખની સહાય   ચૂકવાઈ છે.

Ø    માનવ ગરીમા યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી, વિચરતી અને વિમુકત જાતિના ૧ લાખ ૭પ હજાર ૪૩૮ લાભાર્થીઓને રૂા.૧૦૩.૦૯ કરોડની વિવિધ ટુલ કીટ્સ સહાય આપેલ છે.

Ø    છેલ્લા ર૦ વર્ષમાં આર્થિક સહાય યોજના અંતર્ગત ૧ લાખ ૩૦ હજાર પ૦ર નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓને રૂા.૧૦,૩૯૦.૧૦ લાખની સહાય કરવામાં આવેલ છે.

Ø    વૃધ્ધ સહાય મેળવતા લાભાર્થીઓનું અવસાન થતાં તેમની અંત્યેષ્ઠી માટે રૂા.પ૦૦૦ સહાય આપવાની નવી યોજનાનો અમલ કરવામાં આવેલ છે.

Ø    છેલ્લા બે દાયકાથી અનુસૂચિત જાતિના ૧.૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ રૂા.૧૯૬ કરોડ જેટલી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે.

Ø    રાજ્યના શહેરી ગરીબો માટે ર૩ હજાર આવાસોની કામગીરી પૂર્ણ થયેલ છે અને નવા રર હજાર આવાસોના બાંધકામની મંજૂરી આપવામાં આવેલ છે.

Ø    માનસિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી ૭પ ટકાથી ઘટાડીને પ૦ ટકા કરાઈ છે. દિવ્યાંગો માટે આશરે ર,૯૮૦ કેમ્પ યોજી, દિવ્યાંગતા માટેના ઓળખ સર્ટિફિકેટ આપ્યા છે અને દિવ્યાંગો માટે આજીવન એસ.ટી. બસમાં મુસાફરી પાસ માન્યતા આપી છે.

Ø    સરકારી કામકાજ માટે કરવામાં આવતી એફિડેવીટમાંથી મુક્તિ આપીને સેલ્ફ ડેકલેરેશન (સ્વયંમ પ્રમાણિત ઘોષણા)ને માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે.

Ø    નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનું ૬૦ થી ૮૦ વર્ષની વયના લોકોનું માસિક પેન્શન રૂા.૭પ૦ થી વધારીને રૂા.૧૦૦૦ અને ૮૦ વર્ષથી વધુ વયના નિરાધારોનું માસિક પેન્શન રૂા.૧૦૦૦ થી વધારી રૂા.૧રપ૦ કરવામાં આવ્યું છે.

Ø    ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત બાંધકામ પૂર્ણ કરવા માટેની સહાયની ટોચ મર્યાદામાં વધારો કરી હવે ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૭ લાખ અને શહેરી વિસ્તારમાં રૂા.૧૦ લાખ કરવામાં આવી છે.

Ø    વર્ષ ૨૦૦૧ પહેલાં અનુસૂચિત જાતિ અને બક્ષીપંચના પ્રાથમિક શાળાના બાળકોને અપાતી ગણવેશ સહાય રૂા.૧પ૦ થી વધારીને રૂા.૯૦૦ કરવામાં આવી છે.

Ø    અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ સહાયમાં વધારો કરેલ છે. ધોરણ-૧ થી ૮માં કુમારને રૂા.પ૦૦ થી વધારીને રૂા.૭પ૦, ધોરણ-૯ થી ૧૦ના કુમારને રૂા.૭પ૦ વધારીને રૂા.૧૦૦૦, ધોરણ-૧ થી પ માં કન્યાઓને રૂા.પ૦૦ થી વધારીને રૂા.૭પ૦ તેમજ ધોરણ-૬ થી ૧૦માં કન્યાઓને રૂા.૭પ૦ વધારીને રૂા.૧૦૦૦ વાર્ષિક શિષ્યવૃત્તિ સહાય કરવામાં આવી છે.

Ø    અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના ધોરણ-૧ થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ અંતર્ગત વાર્ષિક રૂા.૭પ૦ થી વધારીને રૂા.૧,પ૦૦ શિષ્યવૃત્તિ કરવામાં આવી છે.

Ø    ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું નિભાવ ભથ્થું પ્રતિ માસ રૂા.૧,પ૦૦ થી વધારીને રૂા.ર,૧૬૦ કરવામાં આવ્યું છે.

Ø    એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન સહાય યોજનામાં અપાતી સહાય રૂા.પ,૦૦૦થી વધારી રૂા.૮,૦૦૦ કરાઈ છે.

Ø    ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં સહાય રૂા.૧ લાખથી વધારીને રૂા.ર.પ૦ લાખ કરવામાં આવી છે.

Ø    ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકારે વંચિતોને અપાતી સહાયની આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરીને રૂા.૬ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

Ø    વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે એલ્ડર હેલ્પલાઈન નંબર ૧૪પ૬૭ લોન્ચ કરવામાં આવેલ છે. ‘‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’’ નું નિર્માણ કરેલ છે. સંત સૂરદાસ યોજના અંતર્ગત માસિક પેન્શન રૂા.૬૦૦ થી વધારીને રૂા.૧૦૦૦ કરાયું છે.

Ø    પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત વિચરતી-વિમુકત જાતિના ર૪ હજાર ઉપરાંત લાભાર્થીઓને કુલ ૧૧૦ કરોડ રૂપિયાની આવાસ બાંધકામ સહાય આપવામાં આવે છે.

 

Saturday 24 September 2022

મફત છત્રી યોજના 2022

 Free Umbrella Yojana 2022 in Gujarat: મફત છત્રી યોજના ગુજરાત ઓનલાઈન અરજી ફોર્મ: લારીના વેપારીઓને ગરમી, ઠંડી અને વરસાદથી બચાવવા અને તેમની લારીઓમાં રાખેલા ફળો અને શાકભાજીને બગડતા બચાવવા માટે 10 કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવશે.


ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને લાભ આપવા માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. સરકાર ખેતી, બાગાયત, મત્સ્યપાલન, જળ સંરક્ષણ અને ઘણું બધું માટે ઘણી યોજનાઓ શરૂ કરે છે.

યોજના સંબંધિત તમામ માહિતી iKhedut પોર્ટલ પર ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યનો કોઈપણ પાત્ર નાગરિક આ યોજના માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અને તેની અરજીનું સ્ટેટસ મફતમાં તપાસી શકે છે.

Free Umbrella Yojana 2022 માટે જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ
ઓળખપત્ર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
બેંક પાસબુક
મોબાઈલ નંબર (નોંધણી માટે)

Free Umbrella Yojana 2022 નો લાભ કોને મળશે

આ યોજના ફળો, શાકભાજી, ફૂલો અને નાશવંત કૃષિ ઉત્પાદનો, હાટ બજારો અથવા લારીવાળા હોકર્સને વેચતા હોકરોને મફત છત્રી પ્રદાન કરશે.

Free Umbrella Yojana 2022 ના ​​ફાયદા શું છે?

આ યોજના હેઠળ, એક પુખ્ત વ્યક્તિ પ્રતિ લાભાર્થી એક છત્રી મેળવવા માટે હકદાર બનશે. (એટલે ​​કે આધાર કાર્ડ દીઠ એક છત્રી)

Free Umbrella Yojana 2022 ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

Step 1: સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર સાઇટ એટલે કે https://ikedut.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
Step 2: તે તમારી સામે હોમ પેજ પર ખુલશે પછી તમારે "યોજનાઓ" વિકલ્પ પર ક્લિક કરવું પડશે તે તમને આગલા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરશે.
Step 3: હવે તમારે ઘણી યોજનાઓમાંથી એક પસંદ કરવી પડશે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણને પસંદ કરી શકો છો.
Step 4: હવે તે તમને પૂછશે કે તમે આ યોજનામાં પહેલાથી જ નોંધાયેલા છો કે નહીં. તમે નોંધાયેલા ન હોવાથી, "ના" ક્લિક કરો અને પછી "આગળ વધો" ક્લિક કરો.
Step 5: પછી તમારે "નવી નોંધણી" પર ક્લિક કરવું પડશે
Step 6: તે તમારી સામે એક નોંધણી ફોર્મ ખોલશે. હવે તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો જેમ કે તમારી અંગત માહિતી, બેંક વિગતો, રેશન કાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ ભરવાની રહેશે.
Step 7: બધી જરૂરી વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભર્યા પછી તમારે "સબમિટ" બટન પર ક્લિક કરવું પડશે.
Step 8: સફળ નોંધણી પછી, તમારા ખાતામાં લોગિન કરો અને યોજના માટે અરજી કરવાનું ચાલુ રાખો.

Direct Online Apply in Free Umbrella Yojana 2022: Click Here

અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લેવી જરૂરી છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લો અને તેને સહી/અંગૂઠાની છાપથી ચિહ્નિત કરો અને અરજી પર દર્શાવેલ ઓફિસના સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો. અથવા iKhedut પોર્ટલ પર ખેડૂતે ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ લઈ શકાય છે, સહી/અંગૂઠાની છાપ સાથે સ્કેન કરીને "એપ્લિકેશન પ્રિન્ટની સહી કરેલી નકલ અપલોડ કરો" મેનુ પર ક્લિક કરીને પોર્ટલ પર અપલોડ કરી શકાય છે. જેથી ખેડૂતે વ્યક્તિગત રીતે કચેરીમાં અરજી કરવાની જરૂર ન પડે. સ્કેન કરેલી નકલને PDF ફોર્મેટમાં અપલોડ કરવાની સાઈઝ 200 kbથી વધુ ન હોવી જોઈએ.

ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022

 આપણા ભારત દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા આ બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. દેશમાં એવી ઘણી બધી ગર્ભવતી મહિલાઓ છે જેમને સ્થિતિ તેના ગરબા સમયે તેના બાળકના જન્મ વખતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્વાસ્થ્યને લઈને ઘણી બધી કમી ઊભી થાય છે તેમના કારણે તેમના બાળક અને તેમણે માતા પર ઘણો પ્રભાવ પડે છે આ બધી પરેશાનીઓને લઇ ને ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને સહાય આપવા માટે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂનના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃ શક્તિ યોજના શરૂઆત કરવામાં આવેલી છે.


સરકાર યોજના હેઠળ મહિલાઓને ગર્ભાવસ્થા થી લઈને ચાલે તેમ આ બંને ત્યાં પહેલા હજાર દિવસ સુધી માતા અને બાળકોને બંનેને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરવા માટે અને તેઓ સારો એવું પોષણ લે એના માટે ગુજરાત સરકાર દ્વારા Gujarat Mukhyamantri Matru Shakti Yojana શરૂ કરવામાં આવેલી છે.


મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ની ટૂંકી માહિતી

માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે 277 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસના સમયગાળાને 1000 દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં 1000 દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા 1000 દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભો

દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી બે કીલો ચણા, 1 કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ આપવામાં આવે છે.
લાભાર્થીઓ જો આ કીટનું વિતરણ આંગણવાડી કેન્દ્ર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર માંથી મેળવી શકવામાં આવે છે.
લાભાર્થીઓને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
ગુજરાત સરકાર દ્વારા આ યોજના એ 01 જૂનથી લાગૂ કરવામાં આવેલી છે.
આ યોજના હેઠળ નાણાંકીય જોગવાઈ અંતર્ગત 811 કરોડની જોગવાઇ કરી છે તેમજ આગામી પાંચ વર્ષમાં અત્યાર સુધીની વધુ જોગવાઈ કરવામાં આવેલ છે.

માતૃશક્તિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને પાત્રતા

અરજી કરનાર મહિલાએ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી હોવી જોઇએ.
અરજી કરનાર મહિલાએ ગર્ભવતી હોવી જોઈએ
આધાર કાર્ડ
રહેઠાણનો પુરાવો
તાજેતરમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો
રહેઠાણનો પુરાવો
આવકનું સર્ટિફિકેટ
મોબાઈલ નંબર
ઇમેલ એડ્રેસ અને જન્મ તારીખનો દાખલો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ ના ક્રોમ બ્રાઉઝરમાં જઈને “https://1000d.gujarat.gov.in/” સર્ચ કરો.
જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
વેબસાઈટ ની હોમ પેજ પર 'સર્વિસ' નામના ઓપ્શનમાં ક્લિક કરો.
પછી 'સ્વયં નોંધણી' નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે અરજી ફોર્મ ખુલશે.
વ્યક્તિગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર, લાભાર્થીનું નામ, રેશન કાર્ડ મેમ્બર ID ભરવાની રહેશે.
માંગેલી માહિતી ધ્યાનથી ભરવી.માતૃશક્તિ યોજના

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની મહત્વની લિંક

સત્તાવાર પરિપત્ર અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો