Friday, 10 May 2019

Government Other Schemes


વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ 
(પીપીપી મોડ)
યોજનાનો ઉદ્દેશ :
રાજ્યના આદિજાતિ યુવક-યુવતિને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય/તાલીમ આપવી તથા તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારી પૂરી પાડવી.
પાત્રતાના ધોરણો
·         ગુજરાત રાજય ના કોઈ પણ આદિજાતિ યુવકો આનો લાભ લઇ શકે છે.
·         વોકેશનલ તાલીમ મેળવવા માટે નિયત કરેલ તાલીમ કોર્સની પાત્રતા મુજબ કોઈપણ તાલીમ કોર્સમાં જોડાઈ શકે છે.
યોજનાના ફાયદા/સહાય
·         આદિજાતિ યુવક યુવતી ને વિના મૂલ્ય કૌશલ્યવર્ધન તાલીમ તાલીમ દરમ્યાન લાભાર્થી ને પસંદ કરેલ ટ્રેડ અને કોર્સના દરમ્યાન વિના મૂલ્ય રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવે છે .
·         તાલીમ પૂર્ણ થયા બાદ લાભાર્થી ને રોજગારી માટે રી આપતી સંસ્થા સાથે જોડવામાં આવે છે.
પ્રક્રિયા
·         આદિજાતિ યુવક/યુવતી પોતાના જિલ્લા યોજના કચેરીનો સંપર્ક કરી શકે છે.
·         આદિજાતિ યુવક/યુવતી વોકેશમ આપવી અમલીકરણ સંસ્થાનો પણ સંપર્ક કરી શકે છે.
·         ડેવલેપમેટ સપોર્ટ તૈયાર કરેલ ઓનલાઇન પોર્ટલ પર લાભાર્થી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે .
અમલીકરણ કરતી કચેરી / એજન્સી /સંસ્થા
·         અતુલ રૂરલ ડેવલપમેંટ ફંડ, ગામ-અતુલ-તા.ધરમપુર-જિ. વલસાડ
·         વાઘલધારા વિભાગ કેળવણી મંડળ ,ગામ-વાઘલધારા, જી-વલસાડ
·         સેન્ટ્રલ ઓફ પ્લાસ્ટિક એનજીનીયરિંગ એન્ડ ટ્રેનીંગ,ગામ-અટક પારડી,  તા ધરમપુર વલસાડ
·         ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડ્રાઇવિંગ ટેકનિકલ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ, ગામગજાધરા,તાવાઘોડિયા-,જી-વડોદરા
·         મુનિ સેવા આશ્રમ,ગામ-ગોરજ, તા. વાઘોડિયા.જી-વડોદરા
·         શ્રોફ ફાઉડેશન ટ્રસ્ટ, ગામપાલડી-તા.વાઘોડિયા, જી-વડોદરા
·         ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, તા.અને જીદાહોદ
·         સેવા રૂરલ ટ્રસ્ટ,ગામ-ગુમાનદેવ, તા.ઝગડિયા. જી-ભરુચ

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP)
યોજનાનો ઉદ્દેશ
·         પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ મહત્વની કડી મહિલાઓને લઇ તેનો વિકાસ.
·         વિસ્તારમાં રહેલા નબળા ઢોરની જગ્યાએ જાતવાન જાનવરનો વિકાસ.
·         પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખુ ઉભુ કરવું.
પાત્રતાના ધોરણો
·         આ યોજના હેઠળ મહિલા લાભાર્થી ૦ થી ૨૦ નો બીપીએલ સ્કોર ધરાવતા હોવા જોઇએ.
·         આ યોજના અંતર્ગતલાભાર્થી અનુ. જનજાતિનાં જ હોવ તે સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણપત્ર મેળવેલ હોવો જોઇએ.
·         લાભાર્થી દ્વારા આ યોજના હેઠળ આપવાના થતા ૨ પશુના યુનિટનો અગાઉ લાભ મેળવેલ ન હોવા જોઇએ.
·         આ યોજના હેઠળ લાભાર્થી દૂધ  મંડળીના સભાસદ હોવા જોઇએ.
યોજનાના ફાયદા/સહાય
·         આ યોજના હેઠળ પસંદ કરેલ લાભાર્થીને બે દૂધાળા પશુનો લાભ આપવામાં આવે છે. દૂધાળા પશુ ઉપરાંત સહાય, પશુ પરિવહન ખર્ચ, પશુ ખાણ- દાણ, વાસણ કીટ, પશુ  સારવાર તથા  તાલીમની સંલગ્ન સવલતો આપવામાં આવે છે.
·         આ યોજના હેઠળ આપવામાં આવતી યુનિટ કોસ્ટની રકમ રૂ. ૫૪૪૦૦/- નિયત કરેલ છે. (જેમાં ભારત સરકારના સહાય રૂ. ૧૭,૪૦૦ રાજ્ય સરકારની સહાય રૂ. ૧૫૦૦૦, જીટીડીસી લોન રૂ.૨૦,૦૦૦/- તથા લાભાથી ફાળો રૂ.૨૦૦૦/- )
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
·         આદિજાતિ વિસ્તારોમાં આવેલી જીલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે તથા યોજનાનું સમગ્ર મોનીટરીંગ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી દ્વારા કરવામાં આવે છે.

વેલાવાળા પાકો માટે મંડપ  બનાવવા
(વર્ટીકલ ક્રોપીંગ સીસ્ટમ)માટે સાધન સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ:
આ યોજનાનો ઉદેશ્ય આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારી તકો વિકસાવી કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધાર કરવાનો છે.
પાત્રતાના ધોરણો:
·         આ યોજના હેઠળ આદિજાતીનાખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુટુંબો આ યોજનાના લાભાર્થીઓને રહેશે
યોજનાના ફાયદા/સહાય
·         આ યોજના હેઠળ લાભાર્થીઓનેવેલાવાળા પાકો માટે ૧૦ ગુઠા માટે મંડપ તૈયાર કરવા માટે જરુરી સાધન ખરીદવા માટે રૂ. ૧૪૫૬૦ નાણાકીય સહાય કરવામાં આવશે.
પ્રક્રિયા
·         આ યોજના માટેના લાભાર્થીની પસં જલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દવારા કરવામાં આવશે. લક્ષ્યાંક મુજબ પાકની ઋતુ (સીઝન) શરૂ થાય તે પહેલા અરજીઓ મંગાવવાની રહેશે. જે અરજીઓ પૈકી લાભાથીની પાત્રતા ધ્યાને રાખી પાત્ર અરજીઓ અલગ કરી મંજુર કરવાની રહેશે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
જીલ્લા કક્ષાએ  યોજનાના  અમલીકરણ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી મારફત થશે.

કૃષિ વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ યોજના
યોજનાનો ઉદ્દેશ
·         આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત મકાઇ, કારેલા, દુધી, ટમેટા, ભીંડા અને રીંગણ જેવા પાક માટે બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવામાં આવે છે.
પાત્રતાના ધોરણો
·         આ યોજના હેઠળ આદિજાતિના ખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુટુંબો శ్రp थीO બીપીએલ સ્કોર ધરાવતા કુટુંબોઆ યોજનાના લાભાર્થી હોય છે.
યોજનાના ફાયદા/સહાય
·         આ પ્રોજેક્ટ અંતર્ગત મકાઈ, રીંગણ, ભીંડા, કારેલા તથા દુધી જેવા શાકભાજીના ગુણવતાના બિયારણ તથા પાકને અનુરૂપ રાસાયણીક ખાતરની કીટ તૈયાર કરી પૂરી પાડવામા  અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.
·         આ યોજના હેઠળ લાભાર્થીએ રૂ. ૫૦૦ લોકફાળા તરીકે આપવાનો રહે છે.
પ્રક્રિયા
આ યોજના માટેના લાભાર્થીની પસંદગી  તથા ચકાસણી જિલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખાનીચે જીવતા તથા ફોરેસ્ટ રાઈટ એકટ ધરાવતા આદિજાતિ ખેડૂતો પૈકી લાભાર્થીની પસંદગી કરવામાં આવે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
તમામ આદિજાતિ જીલ્લાઓમાં પ્રાયોજના કચેરીના પરામર્શમાં રહી અમલીકરણ
એજન્સી (એગ્રીકલ્યર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

માનવ ગરિમા યોજના
યોજનાનો ઉદ્દેશ: અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે છે.
પાત્રતાના ધોરણો: અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-
યોજનાના ફાયદા/સહાય :
અનુ જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે ગ્રીમકો ગાંધીનગર દ્વારા ટુલકીટ/ઓજાર આપવામાં આવે છે.
પ્રક્રિયા :જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.

પુરક પોષણ યોજના (દૂધ સંજીવની)
યોજનાનો ઉદ્દેશ
·         પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકેલ છે.
પાત્રતાના ધોરણો
·         પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
·         આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય વિદ્યાર્થીઓને દૂધ પૂરુ પાડવામાં આવે છે.
યોજનાના ફાયદા/સહાય
·         ૨૦૦ml ફલેવર્ડ દૂધના પાઉચ પૂરા પાડવામાં આવે છે.
પ્રક્રિયા
·         ડેરી મારફતે જિલ્લાની પે સેંટર શાળાઓ પર દૂધનો જથ્થો ઉતારવામાં આવે છે અને પે સેંટરો પરથી તાબાની શાળાઓમાં પહોંચાડવામાં આવે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
·         આ યોજના જે તે જિલ્લાઓનાં પ્રાયોજના વહીવટ દારશ્રીઓ મારફતે અમલવારી કરવામાં આવે છે.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના
યોજનાનો ઉદ્દેશ
·         આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવાની યોજના.
પાત્રતાના ધોરણો
·         જી.એસ.ટી.ઈ.એસ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાથીં/વિદ્યાર્થીની અનુસૂચિત જનજાતિના હોવા જોઇએ. તેની ઉંમર પ્રવેશ સમયે વધુમાં વર્ષની હોવી જોઇએ. વિદ્યાથીં/વિદ્યાથીંની ફકત સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી ધોરણ-પ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-પ પાસ કરેલ હોવું જોઇએ.
આવકનું ધોરણ:
કોઇ આવક મર્યાદા નક્કી કરવમાં આવેલ નથી.
યોજનાના ફાયદા/સહાય
·         ધોરણ ૬ થી ૧૨ સુધી વિના ણ, ગણવેશ, પુસ્તકો, રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે વોકેશ મ, રમત ગમત, કલબ પ્રવૃત્તિઓ, કોમ્પયુટર શિક્ષણ આપવામાં આવે છે.
પ્રક્રિયા
·         જી.એસ. લેવામાં આવતી પ્રવેશ પરિક્ષામાં ઇ.ટી.એસ. મેરીટમાં આવ્યા બાદશાળામાં પ્રવેશ મેળવી શકાય છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
·         ગુજરાત  સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી.

મોડેલ શાળા યોજના
યોજનાનો ઉદ્દેશ
·         માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તેમજ આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યના આદિજાતિ વિસ્તારમાં ૧૨ મોડેલ સ્કલો સ્થાપવામાં આવેલ છે. મોડેલ સ્કુલ ડે સ્કુલ પ્રકારની શાળા છે.
પાત્રતાના ધોરણો
·         તમામ જાતિના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળક જે શાળામાં પ્રવેશ મેળવવાનો છે તે તાલુકાનો નિવાસી હોવો જોઈએ, ધો..પ પાસ કરેલ હોવું જોઈએ,આરક્ષણ સંબધિત રાજ્યના પ્રવર્તમાન નિયમો લાગુ પડશે.
આવકનું ધોરણ:
કોઇ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી
યોજનાના ફાયદા/સહાય
·         ૬ થી ધોરણ ૧૨ સુધીનું વિના મૂલ્ય શિક્ષણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્ય સગવડો પૂરી પાડ } છે. વિદ્યાથીઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એકસપોઝર મુલાકાત  કોમ્પયુટર શિક્ષણ, વિવિધ રમતગમત જેવી પ્રવૃત્તિઓ કરાવવા આવે છે. તેમજ વિદ્યાર્થીઓને અપ-ડાઉન માટે બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે
પ્રક્રિયા
·         ધો..પ પાસ કરેલ થીઓને શાળાની બેઠક પ્રમાણે વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવી શકે છે
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
·         ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી

No comments:

Post a Comment