યોજનાનો ઉદ્દેશ : અનુ.જનજાતિના વિધાથીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે
અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી
કરી શકે અને તેમનો આત્મવિશ્વાસ કેળવાય તે માટે ટેલેન્ટપુલ સ્કુલ નું નિર્માણ
કરવાની યોજના.
પાત્રતાના ધોરણોઃ અનુ.જનજાતિના ધોરણ-પ માં પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થયેલ વિધાથીઓની
ઇ.એમ.આર.એસ દવારા પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં વધ ગુણ મેળવીને મેરીટમાં આવનાર
વિધાથીઓને ટેલેન્ટપુલ યોજના હેઠળ પસંદ કરેલી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે
છે.
આવકનું ધોરણઃ
·
જે વાલીની વાર્ષિક
આવક રૂ.૨.૦૦ લાખ સુધીની હોય તેમના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર
થશે.
·
જે વાલીની વાર્ષિક
આવક રૂ.૨.૦૦ થી ૩.૦૦ લાખ સુધીની હોય અને તેઓ આ
યોજનામાં જોડવા માંગતા હોય તો તેઓએ આ યોજનામાં થનાર ખર્ચના પo % રકમ પોતે ભોગવવાની રહેશે.
યોજનાના ફાયદા/સહાય
ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને રૂ.૬૦૦૦૦/-
કેશ વાઉચર તરીકે ચુકવવામાં આવે છે જો શાળાની ફી તે કરતા ઓછી હોય તો બાકીની રકમ વિધાથીને છાત્ર શિષ્યવૃત્તી
તરીકે ચુકવવાની રહે છે. જયારે રૂ.૬૦,૦૦૦/- કરતા વધુ ફી હોય તો તે વાલીએ વાની રહે છે. જયારે ટેલેન્ટ પુલ
સ્કુલ વાઉચર યોજના હેઠળ અતિશ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર વિધાથીને
શાળાની ફી અથવા રૂ. ૮૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે કેશ વાઉચર તરીકે ચુકવવામાં
આવે છે. જયારે રૂ. ૮૦,૦૦૦/- કરતાં વધુ ફી હોય તે વાલીએ
ભોગવવાની રહે છે.
No comments:
Post a Comment