Friday, 10 May 2019

ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિધાથીઓને ગુજકટ અને જેઈઈની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી આપવાની યોજના

યોજનાનો ઉદ્દેશ:
મેડીકલના અભ્યાસક્રમોની અનુ.જનજાતિની અનામત જગ્યાઓ પૈકી કેટલીક અનામત જગ્યાઓ ગુજકટમાં જરુરીયાત મુજબના ૪૦ ટકા માર્કસ ન મેળવવાને કારણે વર્ષોથી ખાલી રહેતી હતી, જે જગ્યાઓ પૂરેપૂરી ભરાય તે માટે ગુજકટની તાલીમ આપવાનો મુખ્ય ઉદેશ છે.
પાત્રતાના ધોરણોઃ
·         ધો. ૧૦ માં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ
·         ધો. ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

આવકનું ધોરણઃ
આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય
પ્રક્રિયા:
સબંધિત જિલ્લા મદદનીશ કમિશ્રરશ્રી/ સૂતિ વિકાસ અધિકારીશ્રી (આા.વિ.) કચ્છ, ડાંગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

No comments:

Post a Comment