અનુસુચિત જનજાતિના વ્યક્તિઓ અને આદિમજુથ/પ્રીમીટીવ ગ્રૂપ-હળપતિ જાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય
યોજનાનો ઉદ્દેશ
યોજનાનો ઉદ્દેશ
· અનુસુચિત જનજાતિના વ્યક્તિઓ અને આદિમજુથ/પ્રીમીટીવ ગ્રૂપ-હળપતિ જાતિના લોકોને વસવાટની મુશ્કેલીઓ
દુર કરવા માટે.
પાત્રતાના ધોરણો
· અનુ.જનજાતિ/હળપતિ/આદિમજૂથ જાતિના હોવા જોઈએ.
· ૦ થી ૨૦ ગુણાંક ધરાવતા બી.પી.એલ યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીઓને
કેન્દ્ર પુરસ્કૃત ઈન્દીરા આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે.
· ઉપરોકત શરત મુજબ લાભ આપી શકાય તેમ ન હોય અને આ યોજનાની અન્ય શરતો
પરિપૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને સહાય આપવામાં ગ્રામય વિસ્તાર માટે ૨૦ થી ઉપરનો
બી.પી.એલ સ્કોર ધરાવતાં અને નગરપાલિકા વિસ્તારમાં ૮૦ થી ૧૦૦ ભારાંક ધરાવતા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે
· ગ્રામ પંચાયતના ચોપડે તદ્દન કાચું ગાર માટીનું કામ ચલાઉ ઝુપડું
નોધાયેલું હોય તેવા લાભાર્થીઓને.
· મકાન વિહોણા પરંતુ પોતાની માલિકીની જમીન/પ્લોટ ધરાવતા અને જેમણે
સરકારશ્રીની અન્ય ગૃહ નિર્માણ નો લાભ મેળવેલ ન હોય તેવા લાભાર્થીઓને સહાય આપવામાં
આવે છે.
પ્રક્રિયા
અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા
· જીલ્લા મદદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં
દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ
અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે.
· હળપતિ લાભાર્થીઓએ અરજી ફોર્મ ગુજરાત જમીન વિહોણા મજુરો અને હળપતિ
બોર્ડની કચેરીમાંથી વિના મુલ્ય પુરા પાડવામાં આવે છે, જેની ચકાસણી બોર્ડની પેટા કચેરી દ્વારા ચકાસણી કરી પાત્રતા ધરાવતા
લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે.
No comments:
Post a Comment