Friday, 10 May 2019

વિદ્યા સાધના યોજના


યોજનાનો ઉદ્દેશ:
·         સ્વચ્છતા અને સ્વાસ્થયને ઉત્તેજન આપીને અને ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ કરાવી ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો.
·         ૨ ઓકટોબર, ૨૦૧૯ સુધીમાં સ્વચ્છ ભારત હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતાને આવરી લેવી .
·         સલામત અને ટકાઉ સ્વચ્છતા માટે ઓછી ખર્ચાળ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું
·         ગ્રામિણ વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની  વૈજ્ઞાનિક પદ્ધતિઓ  પર ધ્યાન કેન્દ્રિત સમુદાય વ્યવસ્થાવાળી પદ્ધતિઓ વિકસાવવી
·         સ્વચ્છતા બાબતે માનસિક બદલાવ લાવવા માટે લોકજાગૃતિ કેળવવી
પાત્રતાના ધોરણો
·         વર્ષ: ૨૦૧૨માં શૌચાલય વિહોણા કુટુંબોના બેઝલાઈન સર્વેમાં નોધાયેલા તમામ બીપીએલ કુટુંબો
·         એપીએલ કેટેગરી પૈકી નિયત કૃોલિ વિગતેના પાંચ કેટેગરીવાળા કુટુંબો અનુસૂચિત જાતિના કુટુંબો જનજાતિના કુટુંબો
·         વર્ષ: ૨૦૧૨ માં શૌચાલય વિહોણા બેઝલાઇન સર્વેમાં નોંધાયેલ તમામ
·         નાના અને સિમાંત ખેડૂતોના કુટુંબો
·         જમીન વિહોણા ખેતમજુર કુટુંબો
·         મહિલા કુટુંબના વડા હોય તેવા કુટુંબો
·         કુટુંબના વડા અપંગ હોય તેવા કુટુંબો
યોજનાના ફાયદા/સહાય
·         લોક માનસમાં પરિવર્તન લાવી અસ્વચ્છતાલક્ષી સ્થિતિમાં એકંદરે સુધારો લાવવો.
·         ઘર આંગણે શૌચાલય હોવાથી દૂર ચાલીને ન જવું પડે તેમજ તડકામાં, વરસાદમાં, શિયાળાની ઠંડીમાં હેરાન ન થવું પડે .
·         ઘરના બાળકો, વૃદ્ધ, અપંગ તથા માંદા માણસોને સરળતા રહે .
·         મહિલાઓ અને દિકરીઓ તેમજ સગર્ભા બહેનો માટે આશીર્વાદ સમાન, જેથી તેમનું માન તથા આબરૂ જળવાઇ રહે .
·         માખી, મચ્છરથી ફેલાતા રોગોમાં ઝાડા, કોલેરા, ટાઇફોઇડ અને કરમીયા જેવા રોગોથી બચી શકાય.
·         બાળકોમાં સ્વચ્છતાલક્ષી સંસ્કારોનું સિંચન.
પ્રક્રિયાઃ
·         લાભાર્થી કુટુંબોએ વ્યક્તિગત શૌચાલય માટે પ્રોત્સાહક સહાય મેળવવા ગ્રામ પંચાયતે અરજી કરવી.
·         તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ ગ્રામ પંચાયત દ્વારા ભલામણ થઇ આવેલ અરજીઓ મંજૂર કરવી.
·         લાભાર્થી કુટુંબ દ્વારા વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ પૂર્ણ કરવું .
·         વ્યક્તિગત શૌચાલયના બાંધકામની કામગીરી પૂર્ણ થયા લાભાર્થી દ્વારા પંચાયતને કરવાની રહેશે.
·         પૂર્ણ થયેલ શૌચાલયની ચકાસણી તાલુકા જીલ્લા એન્જીનીયર દ્વારા કરાવી તેમના પ્રમાણપત્રના આધારે તાલુકા વિકાસ અધિકારીને દરખાસ્ત કરાવીને લાભાર્થીને પ્રોત્સાહક સહાય ચુકવવા માટેની કાર્યવાહી
અમલીકરણ કરતી કરચેરી/એજન્સી/સંસ્થા
·         જીલ્લા કક્ષાએ; જીલ્લા ગ્રામ  વિકાસ એજન્સી
·         તાલુકા કક્ષાએઃ તાલુકા પંચાયત
·         ગ્રામ્ય કક્ષાએ : ગ્રામ પંચાયત

No comments:

Post a Comment