Saturday 20 April 2019

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના


ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના.
(૧) હેતુ :- ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્‍તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્‍થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્‍યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્‍યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્‍તકના ઈન્‍ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજનાઅમલમાં લાવવામાં આવેલ છે.
(૨) યોજનાની પાત્રતા :
૧. ઉંમરઃ ૧૮ વર્ષ થી વધુ.
૨. કારીગર  વિકાસ કમિશનર હેન્ડલુમ/ વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ / ઈન્ડેક્ષ્ટ- સી  દ્વારા અપાયેલ આર્ટીઝન તરીકે નું ઓળખપત્ર ધરાવતો હોવો જોઇએ.
૩. કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઇએ.
૪. ખોડખાંપણ ધરાવતા વિકલાંગ / અંધ કારીગરો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
૫. આવક મર્યાદા નથી
(૩) લોનની મહત્તમ મર્યાદા :
(૧) આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ. ૧.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિગ કેપીટલ (કાચો  માલ ખરીદવા માટે)  અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે.
(૪) સહાયના ધોરણો:
૧.  માર્જીન મની સહાય: આ યોજના હેઠળ બેંક દ્વારા મંજૂર થયેલ લોન ધિરાણ થયા બાદ નીચે મુજબ માર્જીન મની સહાય ચૂકવવાની રહેશે.
માર્જીન મની સહાય
જનરલ કેટેગરી (પુરુષ)
અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
૨૦%
૨૫%

૨. વ્યાજ સહાય:
આ યોજના હેઠળ ૭(સાત) ટકાના દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે, જે સહાય દર ૬(છ) મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.
(૫) વ્યાજનો દર :
રીઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ તે દરે બેંકો લોન માટે વ્યાજની  અકારણી કરશે.
(૬) અમલીકરણ એજન્‍સી :
ગ્રામ્ય અને શહેરી વિસ્‍તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ
કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહે છે.
(૭) નાણાંકીય સંસ્થાઓ :
(૧) રાષ્‍ટ્રીયકૃત બેંકો (૨) તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (૩) સહકારી બેંકો
(૪) પબ્લીક સેક્ટર બેંકો (૫) ખાનગી બેંકો
(૮) કુટિર ઉદ્યોગના કારીગરો ને નવા ધંધા કે ચાલુ ધંધાના વિકાસ માટે નીચે જણાવેલ હેતુ માટે નાણાંકીય સવલત મળી શકે છે.
(૧) કાચો  માલ ખરીદવા (ર) સાધન ઓજારો અને મશીનરી ખરીદવા
(૯) લોનની પરત ભરપાઈ :
લોનના હપ્તા ધીરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે. અપાયેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૩૬ માસિક હ્પ્તામાં નિયમિત ભરપાઈ કરવાની રહેશે અને તે લાભાર્થીને બંધનકર્તા રહેશે.

(૧૦) અરજી સાથે બિડવાના જરૂરી કાગળોઃ
નિયત અરજીપત્રક (બે નકલમાં), પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા)
અરજીમાં નીચે મુજબના કાગળોની પ્રમાણિત નકલ જોડવીઃ
ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ, આર્ટીઝન કાર્ડ, જન્‍મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર, જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો, સૂચિત ધંધાના સ્‍થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે). વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.
સંપર્ક : સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર



No comments:

Post a Comment