Saturday 20 April 2019

જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના


જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના)માં ગ્રામીણ વસ્‍તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્‍તર ઊંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્‍યકિતગત કારીગરો / ઉદ્યોગ સાહસિકો/ સ્‍વસહાય જુથોને ગ્રામ્‍ય કક્ષાએ કે ૨૦૦૦૦ કે તેથી ઓછી વસ્‍તીવાળા નગરમાં રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના નવા પ્રોજેકટ માટે જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફત ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતાઃ
ઉંમરઃ
લાભાર્થીની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની હોવી જોઇએ.
શૈક્ષણીક લાયકાતઃ
ધોરણ ૧૦ પાસ અને નિયત ધંધાનો એક વર્ષનો અનુભવ.
આવકઃ
કોઇ મર્યાદા નથી.
લોનનીમર્યાદા :
  • રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના ઉત્‍પાદનલક્ષી નવા પ્રોજેકટને બેંક તરફથી ધિરાણ મંજૂર કરવામાં આવશે.
  • આ યોજનાના હેતુ માટે પરિયોજના ખર્ચમાં પ્‍લાન્‍ટ ખર્ચ, યંત્ર સામગ્રી ખર્ચ અને આ બન્‍ને ખર્ચના વધુમાં વધુ ૧૦ ટકા જેટલી કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. પરિયોજના ખર્ચમાં જમીનની તથા મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં.
  • પ્રોજેકટ પ્રવૃત્તિ માટે પ્‍લાન અને મશીનરીનું રોકાણ ઓછામાં ઓછુ રૂા. પ લાખ હોવું જોઇશે.
નાણાંકીયસહાયઃ
અ.નં.
લોનની રકમ
અનુ.જાતિ/અનુ. જનજાતિ/મહિલા/શા.વિકલાંગ/મા. સૈનિક
અન્‍ય
રૂ.૧૦ લાખ સુધી
૩૦ ટકા
૨૫ ટકા
રૂ.૧૦ લાખ થી રૂ.૨૫ લાખ
રૂ.૧૦ લાખના ૩૦ ટકા + બાકીની રકમના ૧૦ ટકા
રૂ.૧૦ લાખના ૨૫ ટકા + બાકીની રકમના ૧૦ ટકા
બેંકની શાખા તરફથી મંજૂર કરેલ ધિરાણની પૂરેપૂરી રકમની ચુકવણી કરવામાં આવ્યા બાદ બેંક તરફથી માર્જીન મની ક્લેમ મળ્યેથી ચૂકવવા પાત્ર માર્જીન મનીની રકમ બે વર્ષ સુધી કરજદારના નામે કરજદારના ખાતામાં સરકારશ્રીના અનામત થાપણ તરીકે રાખવાની રહેશે. બે વર્ષ બાદ જે તે યુનીટ સફળતા પૂર્વક ચાલુ હોવા અંગે જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખરાઈ કરી બેંકને પ્રમાણપત્ર આપવાનુ રહેશે. ત્યારબાદ બેંક માર્જીન મનીની રકમ કરજદારના ખાતામાં જમા લઈ શકશે.
સંપર્ક: સબંધિત જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર
અરજીપત્રકઃ આ વેબસાઇટ ઉપર અને સબંધિત જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર મારફતે


No comments:

Post a Comment