દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ
દષ્ટિહીન, શ્રવણમંદ, અસ્થિવિષયક, માનસિક ક્ષતિ, નિરાધાર વૃદ્ધ ભાઈઓ-બહેનો તથા વિધવા બહેનો અનાથ બાળકો માટેની ગુજરાત ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ
ગુજરાત સરકારે અને ભારત સરકારે સમાજના દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને વિકાસની મુખ્યધારામાં તેમની સહભાગિતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓમાં વિવિધ જોગવાઈઓ થઈ છે.
વિકલાંગ વ્યક્તિઓને સંબંધકર્તા કાયદાઓ :
- વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપર્ણ ભાગીદારી) ધારો - ૧૯૯૫.The Person with disabilities (Equal opportunities, protection of rights and full participation) Act, 1995
- સ્વ-લીનતા, મગજનો પક્ષઘાત, મંદબુદ્ધિ અને બહુવિધ વિકલાંગતા પીડિતવ્યક્તિના કલ્યાણ માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ અંગેનો ધારો, ૧૯૯૯ (The National Trust for the welfare of persons with Autism, Cerebral Palisy, Mental Retardation And Multiple Disabilities”Act (Act 44 of 1999).
- માનસિક આરોગ્ય ધારો - ૧૯૮૭ The Mental health Act, 1987
- ભારતીય પુનર્વસન પરિષદ ધારો ૧૯૯૨ The Rehabilitation councilof India Act, 1992
વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) ધારો- ૧૯૯૫. સામાન્ય રીતે આ કાયદો વિકલાંગતા ધારો કે પછી પીડબલ્યુ.ડી. એક્ટ તરીકે ઓળખાય છે. આ અધિનિયમ, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણની નેમ ધરાવે છે. સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા જેવા ત્રણ શબ્દ પ્રયોગ જ કાયદાના ઈરાદા વિશે સ્વયં બધુ જ કહી દે છે. વિકલાંગ વ્યક્તિને સમાન તકો મળતી થાય, તેમની સહભાગિતા વધે અને બીજી તરફ તમામ પ્રકારના ભેદભાવના વલણનો છેદ ઉડે તે પ્રકારની જોગવાઈઓ અમલી બનાવવા કાયદામાં પ્રયાસ થયો છે.
ભારતની સંસદે વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) ધારો- ૧૯૯૫ ઘડ્યો છે અને તે ૭-ફેબ્રુઆરી, ૧૯૯૬થી અમલમાં આવ્યો છે. આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો પૂરી પાડવા માટે, તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે તથા તેમને સંપૂર્ણ સહભાગિતા પૂરા પાડવા માટેની એક પહેલ છે કે જેથી સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે તથા તેઓ તેમના અધિકારો મેળવી શકે.
વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા તે આ કાયદાનો ઉદ્દેશ છે. કાયદાનું નિયમન અને અમલ કરનાર તંત્ર, વિકલાંગતા રોકથામ, શિક્ષણ, રોજગારી, હકારાત્મક પગલાં, ભેદભાવવિહિન અભિગમ, સંશોધન અને માનવશક્તિ વિકાસ તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાઓને માન્યતા સંબંધી વ્યાપક જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે.
વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના રક્ષણ માટે અને તેમને લાભાન્વિત કરવા માટે કાયદાએ નીચે દર્શાવેલી દશ પ્રકારની વિકલાંગતાને માન્યતા આપી છે. કાયદામાં વિકલાંગતાની વ્યાખ્યા નીચે મુજબ છે.
વિકલાંગતાના પ્રકાર અને તેની વ્યાખ્યા :
- અંધત્વ/ દૃષ્ટિહીનતા
- અલ્પદષ્ટિ
- રક્તપિત રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ
- શ્રવણ ક્ષતિ
- અસ્થિવિષયક વિકલાંગતા
- મંદબુદ્ધિતા માનસિક વિકાસ રૂંધાવો
- માનસિક માંદગી
- સ્વલિનતા
- મગજનો પક્ષઘાત (સેરેબ્રલ પાલ્સી)
10. બહુવિકલાંગતા નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ આવરી લેવાયેલ વિકલાંગતા
- અંધત્વ / દૃષ્ટિહીનતા : એવી સ્થિતિનો સંદર્ભ સૂચવે છે. જ્યાં વ્યક્તિ નીચેની સ્થિતિઓમાંથી કોઈ એકથી પીડાતી હોય,એટલે કે : (અ) દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ; અથવા (બ) સુધારક કાચ મૂકેલી સારી આંખની દૃષ્ટિની સક્ષમતા ૬/૬૦ અથવા ૨૦/૨૦૦ (સ્નેલન)થી વધુ ન હોય; અથવા (ક) દષ્ટિના ક્ષેત્રની મર્યાદા સામેની દિશામાં ૨૦ અંશ કોણ જેટલી અથવા તેથી વધુ ખરાબ હોય;
- અલ્પ દૃષ્ટિ વ્યક્તિ: અલ્પ દૃષ્ટિ એટલે સારવાર અથવા પ્રમાણિક વક્રીભવનના ક્ષતિ સુધારા પછી પણ દૃષ્ટિની કામગીરીમાં ક્ષતિ હોય તેવી વ્યક્તિ, પરંતુ જે યથાયોગ્ય સહાયક ઉપકરણ સાથે દષ્ટિનો કાર્યના આયોજન અને અમલ માટે ઉપયોગ કરે છે અથવા ઉપયોગ કરવાને સક્ષમ છે.
- રક્તપિત : રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જે રક્તપિત્તથી સાજો થયેલો છે, પરંતુ
- હાથ અને પગમાં સંવેદનના લોપ ઉપરાંત આંખ અને આંખની પાંપણોનો સંવેદન લોપ અને હળવો આંશિક લકવો પરંતુ કોઈ પ્રગટ કુરૂપતા નહીં;
- પ્રગટ કુરૂપતા અને હળવો આંશિક લકવો પરંતુ સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરવા રોકાણ થઈ શકે તેવું તેમના હાથ અને પગોમાં પૂરતું હલનચલન હોવું;
- અંતિમ કક્ષાની શારીરિક કુરૂપતા તેમજ વધેલી વય જે તેને ઉપજાઉ વ્યવસાય કરવા અટકાવે, તેનાથી પીડાતી હોય અને અભિવ્યક્તિ “રક્તપિત્ત સાજો થઈ ગયેલ’નું અર્થઘટન આ સંદર્ભમાં કરવું;
- શ્રવણ ક્ષતિઃ એટલે સંભાષણ (વાતચીત)ના ધ્વનિ આવર્તનોની મર્યાદામાં સારા કાનમાં ૬૦ ડેસિબલ્સ કે તેથી વધુનું નુકસાન થવું
- અસ્થિવિષયક: વિકલાંગતા એટલે અવયવોના હલનચલનના ઘણા બધા નક્કર પ્રતિબંધ તરફ દોરી જતી હાડકાં, સાંધા અને સ્નાયુઓની અસમર્થતા અથવા મગજના લકવાનું કોઈ સ્વરૂપ; ‘મગજનો લકવો' (સેરેબ્રલ પાલ્સી) એટલે પ્રસવ પૂર્વે પ્રસવ દરમિયાન કે શિશુ વિકાસના સમય દરમિયાન મગજનો હુમલો અથવા ઈજા થવાને કારણે નીપજેલી અતિ અસામાન્ય હલનચલન અંકુશની અંગસ્થિતિનું લક્ષણ હોય તેવી વ્યક્તિની બિન-પ્રગતિશીલ સ્થિતિઓનો સમૂહ.
- મંદબુદ્ધિતા/ માનસિક વિકાસ: રૂંધાવો એટલે વ્યક્તિના મનના વિકાસની થંભી ગયેલી અથવા અપૂર્ણ સ્થિતિ જે વિશેષ રીતે બુદ્ધિના સામાન્ય કરતાં ઓછી હોવાનું લક્ષણ ધરાવતી હોય (બુદ્ધિની ઉપસામાન્યતાનું લક્ષણ ધરાવતી હોય)
- માનસિક માંદગી: એટલે માનસિક વિકાસના રૂંધાવા (મંદબુદ્ધિતા) સિવાયની કોઈ માનસિક વિસંવાદી સ્થિતિ; વિકલાંગ વ્યક્તિ એટલે તબીબી સત્તા મંડળ દ્વારા પ્રમાણિત કર્યા મુજબની ૪૦ ટકા કરતા ઓછી નહીં એવી વિકલાંગતાથી પીડાતી કોઈ પણ વ્યક્તિ; ગંભીર વિકલાંગતાવાળી વ્યક્તિ એટલે એક અથવા વધુ વિકલાંગતાઓના ૮૦ ટકા અપંગ અથવા વધુ ટકા હોય તેવી વ્યક્તિ.
વિકલાંગતાનો દાખલો :
વિકલાંગતાનો દાખલો મેળવવા પોતાના પાસપોર્ટ સાઇઝના બે ફોટા તથા રેશનકાર્ડ સાથે જે તે જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલોમાં રૂબરૂ જઈ કેસ કઢાવી, સંબધકર્તા (હાડકાના-આંખના-કાન-નાકના કે માનસિક રોગના) ડૉક્ટર પાસે જવાથી વિકલાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતા રૂબરૂમાં જોઈ વિકલાંગતા કેટલા ટકા છે તે બાબતનો દાખલો સિવિલ સર્જન તરફથી આપવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં વિકલાંગતા ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે.
આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : હસપ/૧૦૨૦૦૨/ જીઓઆઈ/૩૬/અ તારીખ ૬-૬-૨૦૦૯ અને તારીખ ૨૬-૧૦-૨૦૧૦ના ઠરાવમાં સૂચવ્યા મૂજબ કાર્યવાહી કરવા વિનંતી.
વિકલાંગતા અંગેનો દાખલો તેઓને ઓળખપત્ર / એસ.ટી. બસમાં મફત મુસાફરી/ સ્કોલરશીપ / લોન તથા અન્ય લાભ મેળવવા માટે ઉપયોગી બને છે. તેથી વિકલાંગ વ્યક્તિઓએઆવો દાખલો મેળવી લેવો જરૂરી છે, જેથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી વિકલાંગોનેમળતી સવલતો તેઓને ઝડપથી મળી શકે અને દરેક વખતે પ્રમાણપત્ર મેળવવું ન પડે.
વિકલાંગોને ઓળખપત્ર:
વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા:
- વિકલાંગ વ્યક્તિ ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી હોવી જોઈએ.
- ૮૦ ટકા કે તેથી વધુ મૂકબધિરપણું ધરાવતિ વ્યક્તિ
- ૮૦ ટકા કે તેથી વધુ દષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ
- ૭૦ કે તેથી ઓછી બુદ્ધિઆંક ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યક્તિ.
- ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ.
વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવાપાત્ર લાભ:
- વિકલાંગ વ્યક્તિને એસ.ટી.નિગમની, ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વોસહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં વિના મૂલ્ય મુસાફરીનોલાભ.
- વિકલાંગ સાધન સહાય મળવાપાત્ર
- વિકલાંગ, દૃષ્ટિહીન, શ્રવણમંદ, મંદબુદ્ધિવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનોઆ લાભ.
- ઓળખપત્ર ઉપર ગુજરાત એસ.ટી. નિગમની બસમાં વિના મૂલ્ય લાભ.- ગુજરાત રાજ્યની હદમાં પ્રવાસ કરી શકશે.
- સરકારની વિવિધ અમલી વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ.
ઓળખકાર્ડ આપવાની યોજના:
- જે તે વિભાગના નિષ્ણાંત તબીબઆર.એમ.ઓ. સિવિલ સર્જનનું વિકલાંગતાની ટકાવારી આઈ.ક્યુ. દર્શાવતાપ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
- અરજીની ઉપર સ્ટેમ્પ સાઇઝનો ફોટો ચોટાડવો તેમજ તેવો જ બીજો ફોટોઅરજીની સાથે સામેલ કરવો.
- અરજદારના રહેઠાણના પુરાવાની ઝેરોક્ષ નકલ.
- જન્મના દાખલાની પ્રમાણિત નકલ.
- જાતિનો દાખલો. (સક્ષમ અધિકારીનો) પ્રમાણિત નકલ
- ગુજરાતના વતની હોવાનો દાખલો.
- લોહીના ગ્રુપનો દાખલો સામેલ રાખવો (શક્ય હોય તો)સહાયકની અડધીટીકીટ ફ્રી
- અભ્યાસનો દાખલો (શક્ય હોય તો)
- આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર
10. ઓળખનું ચિહ્ન દર્શાવવાનું રહેશે.
- આ કાર્ડ મેળવવા માટે ઉંમર કે અભ્યાસનો કોઈ બાધ નથીલાભ કોને ના મળે:
- માન્ય વિકલાંગતા સિવાયના લાભાર્થીને લાભ મળવાપાત્ર રહેશે નહીં: વિકલાંગ હોવા અંગેનું ઓળખપત્ર મેળવવા માટેનું નિયત છાપેલું “અરજી ફોર્મ જે તે જિલ્લામાં આવેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી પાસેથી મેળવવાનું રહે છે. જે વિના મૂલ્ય આપવામાં આવે છે. નિયત અરજી ફોર્મમાં માગેલ વિગતો ભરી, તે સાથે ઉપરના દાખલાઓની પ્રમાણિત નકલો બીડવી.
- આ ફોર્મ પોતાના સંબંધિત જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાથી લેમિનેશન કરાવેલું ફોટા સાથેનું ઓળખપત્ર વિના મૂલ્ય આપવામાં આવશે. તેમાં અરજદારનું નામ, સરનામું, જન્મ તારીખ, અભ્યાસ, લોહીનું ગૃપ, વિકલાંગતાનો પ્રકાર, તેની માત્રા અને ઓળખનું ચિહ્ન તેમજ અન્ય વિગતો દર્શાવવામાં આવે છે.
ગુજરાતની હદમાં એસ.ટી. બસમાં મુસાફરીના મળતા લાભ :
સરકાર દ્વારા તા. ૨૧-૪-૨૦૧૬ના ઠરાવથી, આ તારીખથી અમલમાં આવે તે રીતે નીચેની સવલતો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- વિકલાંગોએ દર પાંચ વર્ષે વિકલાંગ ઓળખપત્ર રીન્યુ કરાવવું પડે છે તેમાં સુધારો કરીને તેમને હવે કાયમી ધોરણે વિકલાંગઓળખપત્ર આપવામાં આવશે.
- વિકલાંગ વ્યક્તિની આવકમર્યાદાની જોગવાઈ રદ કરવામાં આવી છે.
- વિકલાંગોને હાલ ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળે છે તેના બદલે ગુર્જરનગરી,ઈન્ટરસિટી, લક્ઝરી અને વોલ્વો બસ સહિત તમામ પ્રકારની બસોમાં મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
- ૪૦% કે તેથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને આ યોજનાનો લાભ મળશે તથા ૭૦થી ઓછાબુદ્ધિઆંકવાળી માનસિક પડકારિતા ધરાવતી વિકલાંગ વ્યક્તિને તથા તેના સહાયકને પણ વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળશે.
- હાલ અંધ કે મુક-બધિર વ્યક્તિના કિસ્સામાં ફક્ત ૧૦૦ ટકા અંધત્વ કે ૧૦૦ ટકા મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને જ યોજનાનો લાભ મળે છે, તેમાં સુધારો કરી હવે તીવ્ર વિકલાંગતા ધરાવતી એટલે કે ૮૦ ટકા કે તેથી વધુ અંધત્વ કે ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે.
- ૮૦ ટકા કે તેથી વધુ દૃષ્ટિ વિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
- ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પોતાને વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ તેના સહાયકને લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- ૭પ ટકાથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. જ્યારે તેના સહાયકને ટિકિટભાડામાં ૫૦ ટકા રાહત મળવાપાત્ર રહેશે.
- નવું ઓળખપત્ર ન મળે ત્યાં સુધી હાલના ઓળખપત્રો ઉપર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો અમલતા. ૨૧-૪-૨૦૧૬થી કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરીમાં મળતા લાભ:
- વિકલાંગોને લઘુત્તમ દરની ટિકિટથી મુસાફરીનો લાભ
- શ્રવણમંદ વ્યક્તિઓને પ્રવાસ ભાડામાં ૫૦ ટકા રાહત
- દષ્ટિહીન વ્યક્તિઓને વિના મૂલ્ય મુસાફરીનો લાભ છે.
અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનોને AMTSની બસની મુસાફરીમાં મળતો લાભઃ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારોમાંરહેતા અને ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને મ્યુનિસિપલ બસ ભાડામાં નીચે મુજબ રાહત આપવામાં આવેછે. આ માટે વડીલોને ફોટા સાથેનું “ઓળખપત્ર આપવામાં આવે છે.
- ૭૫ વર્ષથી ઉપરના માટે – વિના મૂલ્ય (ફ્રી) મુસાફરીનો લાભ (૨) ૬૫ વર્ષથી ઉપરના માટે – ૫૦ ટકાની રાહત (પ્રવાસ ભાડામાં). આ માટે લાલ દરવાજા, નહેરૂબ્રિજ પાસે, ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા પાસે આવેલી AMTSની કચેરી પરથી માર્ગદર્શન મેળવવું. ઓળખપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના રહેશે.
(૧) અસલ રેશનકાર્ડ, (૨) ઉંમરના પુરાવા માટે નીચેના પૈકી કોઈ એક આધાર રજૂ કરવાનો રહેશે.
- જન્મ નોંધણી પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- મતદાર ઓળખપત્ર
- સોગંદનામું - જો ઉંમરનો દાખલો ન હોય તો સિવિલ સર્જન પાસેથી મેળવેલો ઉંમરનો દાખલો. આ ઓળખપત્રનો મ્યુનિસિપલ કોર્પોરેશનની નીચેની બસોમાં ઉપયોગ કરી શકાશે નહીં.
- મનપસંદ પ્રવાસ યોજનાની બસમાં.
- ધાર્મિક પ્રવાસ યોજનાનીબસમાં
- લકઝરી બસ સેવામાં
રેલવે દ્વારા મુસાફરીમાં મળતા લાભ : નોંધ : પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોમાં વિકલાંગ વ્યક્તિઓ માટે બે બેઠકો ઈયરમાર્ક કરવા બાબત.
No comments:
Post a Comment