Friday, 10 May 2019

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના


યોજનાનો ઉદ્દેશ:
·         અસંગઠિત ક્ષેત્રનાં પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય અને તેઓને કેશલેસ સારવાર સુવિધા મળી રહે .
·         ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને બીમારીના સમયે નાણાકીય જવાબદારીઓ સામે રક્ષણ પૂરું પાડવું .
પાત્રતાના ધોરણો
·         બી.પી.એલ. કુટુંબો, રેલ્વે પોર્ટર, બીડી વર્કર, મનોરેગા હેઠળના શ્રમિકો, અન્ય કારીગર વર્ગ
·         ૪૦ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.
યોજનાના ફાયદા/સહાય
·         વાર્ષિક રૂ.૩૦,૦૦૦ સુધીનો કુટુંબદીઠ તબીબી સેવા ખર્ચ હેઠળ આવરી લેવાય છે.
·         પૂર્વ અસ્તિત્વમાં હયાત રોગ પણ દિન એકથી આવ લેોમાં આવે છે અને ઉંમરની કોઇ મર્યાદા રહેતી નથી. યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવા પાત્ર છે.
·         આ યોજના હેઠળ કૂલ ૧૩૮પ (સરકારી(૪ ને ખાનગી ૯૪૮) દવાખાનામાંથી સારવાર મેળવી શકે છે.
પ્રક્રિયા
·         આ યોજનાનો લાભ લેવા લાભાર્થી  કુટુંબને સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. સ્માર્ટ કાર્ડ માટે રજિસ્ટ્રેશન ચાર્જ ૩૦ ચુકવવાનો હોય છે.
·         લાભાર્થી  પાસે સ્માર્ટકાર્ડ  હોવું જરૂરી છે જે કાર્ડ લઇ તે RABY યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલોમાંથી મફત સારવાર મેળવી શકે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
·         આ યોજના માટે રાજ્ય સરકારે સ્ટેટ નોડલ એજન્સીની રચના કરી યોજનાની સફળતાપૂર્વક અમલી કરેલ છે
·         યોજનાના સુપરવિઝન અને મોનીટરીંગ હેતુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર- RABYની નિમણુંક કરેલ છે.
·         RABY યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઇન્સયોરન્સ કંપની નિયુક્ત કરવામાં આવેલ છે.
અન્ય શરતો
·         યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી RABY કાર્ડ હોવું જરૂરી છે.
·         યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવાપાત્ર છે.
·         જે તે વિભાગ દ્વારા નોંધાયેલા કુટુંબોને જ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે.

No comments:

Post a Comment