નિરાધાર વૃદ્ધ અને નિરાધાર અપંગને નાણાંકીય સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ:
નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય
આપવી.
પાત્રતાના ધોરણો
·
અરજદારની ઊંમર ૬૦
વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની
ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ
·
૨૧ વર્ષથી વધુ
વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય.
·
અરજદારની વાર્ષિક
આવક
·
ગ્રામ્ય વિસ્તાર
માટે રૂા.૪૭,૦૦૦/-
·
શહેરી વિસ્તાર
માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય
યોજનાના ફાયદા/સહાય:
રૂ. ૪૦૦/- માસિક (રાજ્ય સરકારનો ફાળો)
પ્રક્રિયા :
તાલુકા મામલતદારે નમૂનામાં અરજી કરવાની હોય છે.
અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા
મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા
મામલતદારશ્રીઓ.
અન્ય શરતો : છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ.
No comments:
Post a Comment