Search This Blog

/

Thursday, 25 April 2019

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

હેતુ: બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૮મી એપ્રિલ ૨૦૧પનાં રોજ શુભારંભ કરાયો છે.
તા.૦૮/૦૪/૨૦૧પનાં રોજ માનનીય વડાપ્રધાન દ્વારા ઉત્પાદન, સેવા, નાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બિઝનેસ પ્રવૃત્તિઓને લોન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું ઉદઘાટન કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લોન નીચે મુજબ ત્રણ વર્ગમાં ઉપલબ્ધ છે.
  • શિશુ લોન-રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન
  • કિશોર લોન-રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૫ લાખ સુધીની ૯
  • તરૂણ લોન-રૂ.૫ લાખ થી રૂ.૧૦ લાખ સુધીની
યોગ્યતા: કોઇ પણ ભારતીય નાગરીક
લાભો / લોન
  • જામીન સિવાય લોનની સુવિધા ઉપલભ્ધ છે
  • મહિલાઓ દ્વારા આયોજિત ને ૦.૨૫ ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
  • ઉત્પાદન, વ્યવસાય અરીસોર્ફોરા પ્રવૃત્તિઓ માટે લોનની સુવિધાઓ:
વાહન વ્યવહાર પ્રવૃતિ માટે લોન: ઓટો રીક્ષા, નાના માલવાહક વાહનો, થી વ્હીલર્સ,
પેસેનજર ખરીદવા માટે લોન.
સામૂહિકસામાજિક અને વ્યક્તિગત સેવા પ્રવૃત્તિ માટે લોન: જેવી કે સલૂન, બ્યુટી પાર્લર જીમ બ્યુટીકસ , દરજીની દુકાન, ડ્રાય કિલનિંગ, સાયકલ અને મોટરસાયકલ રીપેરીગ દુકાન, ઝેરોક્ષ માટેની દુકાન, દવાની દુકાન, કુરિયર એજન્ટસ સેવાઓ વગેરે માટે લોન.
ફૂડ પ્રોડક્ટસ પ્રવૃત્તિ માટે લોન: ગૃહ ઉદ્યોગો જેવા કે પાપડ, અથાણાં, જામ કે જેલી બનાવવા, ગ્રામ્ય કક્ષાએ કૃષિ ઉત્પાદનોનું સંરક્ષણ, મીઠાઇની દુકાનો, નાના ફૂડ સ્ટોલસ અને કેન્ટીન સેવાઓ, આઇસ અને આઇસ્કીમ બનાવવાના એકમો, બિસ્કીટ, બ્રેડ બનાવવના એકમો વગેરે.
અમલીકરણ સંસ્થાઓ: કોઇ પણ બેંકની શાખા

No comments:

Post a Comment