PM Yasasvi Scheme | Govt Schemes India
Government All Scheme
સરકારની વિવિધ યોજનાઓ / માહિતીઓ / ફોર્મ તથા સધળી તમામ વિગતો આ બ્લોગમાં ઉપલબ્ધ છે. જો આ માહિતી આપને ગમે તો લાઇક તથા આ માહિતી બીજા સાથે શેર કરવાનું ભુલશો નહીં..
Friday, 2 August 2024
List of Gujarat Government Schemes | સરકારી યોજનાઓની યાદી
યોજનાનું નામ
પ્રધાનમંત્રી કિસાનયોજનાનું નામ | |
. | |
. | |
| |
. | |
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને વિકાસ માટે Mera Bill Mera Adhikar Yojana શરૂ કરવામાં આવી છે. |
Monday, 19 December 2022
Monday, 28 November 2022
Gujarati Books
નીચે બુકો આપેલી છે. બુકની બાજુ માં View અને Download જેવા બે વિકલ્પો છે. જેમાં View પર ક્લિક કરશો એટલે બુકને ઓનલાઈન વાંચી શકશો. અને Download પર ક્લિક કરતા બુક Download થઈ જાશે
Gujarati Books And PDF Library
Thursday, 13 October 2022
Government All Scheme New
વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ
Ø અનુસૂચિત જાતિ કલ્યાણ માટે વર્ષ ર૦૦રમાં રૂા.૧૦૧.૭૦
કરોડનું બજેટ હતું. જે વર્ષ ર૦રર માં રૂા.૧૦૯૪.૩૩ કરોડ કરવામાં આવ્યું છે.
Ø સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ ૨૦૦૨-૦૩માં
રૂા.૧૮૧.૬૭ કરોડ અને ર૦૦પ-૦૬માં રૂા.ર૬૬.૦૮ કરોડની બજેટ જોગવાઈ હતી, તે સામે વર્ષ ર૦રર-ર૩ના બજેટમાં રૂા.૪૭૮ર કરોડની
માતબર રકમની જોગવાઈ કરાઈ છે.
Ø વિકસતી જાતી કલ્યાણ માટે વર્ષ ર૦૦રમાં રૂા.૧૩૧.૬૧
કરોડનું બજેટ હતું જે વર્ષ ર૦રરમાં રૂા.ર૧૭પ.રપ કરોડ કરવામાં આવ્યું છે.
Ø સમાજ સુરક્ષા માટે વર્ષ ર૦૦રમાં રૂા.૬પ.૩૬ કરોડનું
બજેટ હતું જે વર્ષ ર૦રર માં રૂા.૧૪૯૭.૭૯ કરોડ કરવામાં આવ્યું છે.
Ø રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત વર્ષ ર૦૦ર-૦૩માં
૪ર૦૪ લાભાર્થીઓને રૂા.૪ર૦.૪ર લાખની સહાય
મળતી હતી જે આજે ૮૯ર૭ લાભાર્થીઓને રૂા.૧૭૮પ.૩૭ લાખની સહાય મળે છે.
Ø છેલ્લા ર૦ વર્ષમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગ, આર્થિક રીતે
પછાત વર્ગ, લઘુમતી જાતિ
અને વિચરતી-વિમુકત જાતિના પ્રિ-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રિકના ૯ કરોડ ૦૯ લાખ ૮૮ હજાર રર૮ વિદ્યાર્થીઓને ૩૮૩ર.૪૪ કરોડની શિષ્યવૃત્તિ
સહાય અપાઈ છે.
Ø કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા છેલ્લા ર૦ વર્ષમાં
સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિકસતી જાતિની ૧ર લાખ રપ હજાર ૮૧૩ કન્યાઓને રૂા.૩૭૪ કરોડની સાયકલ સહાય આપવામાં આવી છે. પરિણામ સ્વરૂપ કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે.
Ø છેલ્લા બે દાયકામાં કુંવરભાઈનું મામેરૂ યોજના અંતર્ગત
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ર૦,૪૬૭ કન્યાઓને રૂા.ર,૦૪૬.૭પ લાખની અને આર્થિક રીતે પછાત વર્ગની ૬,૧૩૭ કન્યાઓને રૂા.૬૧૩.૭૦ લાખની સહાય અપાઈ છે.
Ø સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ નવયુગલને રૂા.૧ર,૦૦૦ તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂા.૩૦૦૦ લેખે
વધુમાં વધુ રૂા.૭પ૦૦૦ સુધી પ્રોત્સાહક સહાય આપવાની યોજના છે. સામાજિક અને શૈક્ષણિક
રીતે પછાત વર્ગના ર,૭૩૩
લાભાર્થીઓને રૂા.૩૦૯.પ૬ લાખની અને આર્થિક રીતે પછાત વર્ગના ૮૭૩ લાભાર્થીઓને
રૂા.૯૮.ર૮ લાખની સહાય ચૂકવાઈ છે.
Ø માનવ ગરીમા યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગ, આર્થિક રીતે
પછાત વર્ગ, લઘુમતી, વિચરતી અને વિમુકત જાતિના ૧ લાખ ૭પ હજાર ૪૩૮ લાભાર્થીઓને રૂા.૧૦૩.૦૯ કરોડની વિવિધ ટુલ કીટ્સ
સહાય આપેલ છે.
Ø છેલ્લા ર૦ વર્ષમાં આર્થિક સહાય યોજના અંતર્ગત ૧ લાખ ૩૦ હજાર પ૦ર નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓને
રૂા.૧૦,૩૯૦.૧૦ લાખની
સહાય કરવામાં આવેલ છે.
Ø વૃધ્ધ સહાય મેળવતા લાભાર્થીઓનું અવસાન થતાં તેમની
અંત્યેષ્ઠી માટે રૂા.પ૦૦૦ સહાય આપવાની નવી યોજનાનો અમલ કરવામાં આવેલ છે.
Ø છેલ્લા બે દાયકાથી અનુસૂચિત જાતિના ૧.૧૪ લાખ જેટલા
વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ રૂા.૧૯૬ કરોડ જેટલી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય
આપવાની યોજના અમલમાં મૂકી છે.
Ø રાજ્યના શહેરી ગરીબો માટે ર૩ હજાર આવાસોની કામગીરી
પૂર્ણ થયેલ છે અને નવા રર હજાર આવાસોના બાંધકામની મંજૂરી આપવામાં આવેલ છે.
Ø માનસિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિઓને
આર્થિક સહાય યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી ૭પ ટકાથી ઘટાડીને પ૦ ટકા કરાઈ છે.
દિવ્યાંગો માટે આશરે ર,૯૮૦ કેમ્પ યોજી, દિવ્યાંગતા માટેના ઓળખ સર્ટિફિકેટ આપ્યા છે અને
દિવ્યાંગો માટે આજીવન એસ.ટી. બસમાં મુસાફરી પાસ માન્યતા આપી છે.
Ø સરકારી કામકાજ માટે કરવામાં આવતી એફિડેવીટમાંથી
મુક્તિ આપીને સેલ્ફ ડેકલેરેશન (સ્વયંમ પ્રમાણિત ઘોષણા)ને માન્ય રાખવાનો નિર્ણય
કર્યો છે.
Ø નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનું ૬૦ થી ૮૦ વર્ષની વયના
લોકોનું માસિક પેન્શન રૂા.૭પ૦ થી વધારીને રૂા.૧૦૦૦ અને ૮૦ વર્ષથી વધુ વયના
નિરાધારોનું માસિક પેન્શન રૂા.૧૦૦૦ થી વધારી રૂા.૧રપ૦ કરવામાં આવ્યું છે.
Ø ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત બાંધકામ પૂર્ણ કરવા
માટેની સહાયની ટોચ મર્યાદામાં વધારો કરી હવે ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૭ લાખ અને
શહેરી વિસ્તારમાં રૂા.૧૦ લાખ કરવામાં આવી છે.
Ø વર્ષ ૨૦૦૧ પહેલાં અનુસૂચિત જાતિ અને બક્ષીપંચના
પ્રાથમિક શાળાના બાળકોને અપાતી ગણવેશ સહાય રૂા.૧પ૦ થી વધારીને રૂા.૯૦૦ કરવામાં આવી
છે.
Ø અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ
સહાયમાં વધારો કરેલ છે. ધોરણ-૧ થી ૮માં કુમારને રૂા.પ૦૦ થી વધારીને રૂા.૭પ૦, ધોરણ-૯ થી ૧૦ના કુમારને રૂા.૭પ૦ વધારીને રૂા.૧૦૦૦, ધોરણ-૧ થી પ માં કન્યાઓને રૂા.પ૦૦ થી વધારીને રૂા.૭પ૦
તેમજ ધોરણ-૬ થી ૧૦માં કન્યાઓને રૂા.૭પ૦ વધારીને રૂા.૧૦૦૦ વાર્ષિક શિષ્યવૃત્તિ સહાય
કરવામાં આવી છે.
Ø અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના ધોરણ-૧ થી ૧૦માં
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ અંતર્ગત વાર્ષિક રૂા.૭પ૦ થી
વધારીને રૂા.૧,પ૦૦
શિષ્યવૃત્તિ કરવામાં આવી છે.
Ø ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં
વિદ્યાર્થીઓને આપવામાં આવતું નિભાવ ભથ્થું પ્રતિ માસ રૂા.૧,પ૦૦ થી વધારીને રૂા.ર,૧૬૦ કરવામાં આવ્યું છે.
Ø એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન સહાય યોજનામાં
અપાતી સહાય રૂા.પ,૦૦૦થી વધારી
રૂા.૮,૦૦૦ કરાઈ છે.
Ø ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં
સહાય રૂા.૧ લાખથી વધારીને રૂા.ર.પ૦ લાખ કરવામાં આવી છે.
Ø ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકારે
વંચિતોને અપાતી સહાયની આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરીને રૂા.૬ લાખ કરવાનો
મહત્વનો નિર્ણય કર્યો છે.
Ø વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ
માટે એલ્ડર હેલ્પલાઈન નંબર ૧૪પ૬૭ લોન્ચ કરવામાં આવેલ છે. ‘‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’’ નું નિર્માણ કરેલ છે. સંત સૂરદાસ યોજના અંતર્ગત માસિક
પેન્શન રૂા.૬૦૦ થી વધારીને રૂા.૧૦૦૦ કરાયું છે.
Ø પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત
વિચરતી-વિમુકત જાતિના ર૪ હજાર ઉપરાંત લાભાર્થીઓને કુલ ૧૧૦ કરોડ રૂપિયાની આવાસ
બાંધકામ સહાય આપવામાં આવે છે.
Saturday, 24 September 2022
મફત છત્રી યોજના 2022
Free Umbrella Yojana 2022 in Gujarat: મફત છત્રી યોજના ગુજરાત ઓનલાઈન અરજી ફોર્મ: લારીના વેપારીઓને ગરમી, ઠંડી અને વરસાદથી બચાવવા અને તેમની લારીઓમાં રાખેલા ફળો અને શાકભાજીને બગડતા બચાવવા માટે 10 કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવશે.